R R Gujarat

વાંકાનેરમાં બીમાર પૌઢને શ્વાસ ચડી જતા બેભાન અવસ્થામાં મોત

વાંકાનેરમાં બીમાર પૌઢને શ્વાસ ચડી જતા બેભાન અવસ્થામાં મોત


જીનપરામાં રહેતા ૫૪ વર્ષીય પૌઢને બીમારી હોય અને ઉલટી થતા તેમજ શ્વાસ ચડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું
વાંકાનેરના જીનપરા શેરી નં ૧૦ માં રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ.૫૪) નામના પૌઢને બીપી અને ડાયાબીટીસની બીમારી હોય અને ગત તા. ૦૧ ના રોજ રાત્રીના ઉલટી ઉધરસ અને શ્વાસ ચડી જતા બેભાન થઇ ગયા હતા જેથી સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે