R R Gujarat

ટંકારાના લજાઈ રોડ પર વાડીની ઓરડી બહાર જુગાર રમતા સાત ઝડપાયા

ટંકારાના લજાઈ રોડ પર વાડીની ઓરડી બહાર જુગાર રમતા સાત ઝડપાયા


ટંકારા તાલુકાના લજાઈ ગામથી ભરડીયા જવાના રોડ પર આવેલ વાડીની ઓરડી બહાર જાહેરમાં જુગાર રમતા સાતને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૧,૦૦૦ જપ્ત કરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લજાઈ ગામથી ભરડીયા રોડ પર બજરંગ પોલીમર્સ કારખાના પાસે આવેલ વાડીની ઓરડી બહાર જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડી પાસે લાઈટના અજવાળે જુગાર રમતા ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર, સુરસિંહ ભનાભાઈ છપનીયા, કેવલ નાનસિંહ મેડા, નીલેશ રમેશભાઈ ભુરીયા, ઇન્દ્ર બસુભાઈ બીલવાલ, કેરલાભાઈ રેમલીયાભાઈ મેડા અને દિનેશ બસુભાઈ સિંગાડ એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે