R R Gujarat

હળવદના રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

હળવદના રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા


રણમલપુર ગામે મકાન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૫,૩૫૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણમલપુર ગામે પ્રભુભાઈ વિરાણીના મકાન પાછળ ઇલેક્ટ્રિક ટીસી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણી, વિજય ચંદુભાઈ વેકરીયા, સુરેશ રણછોડભાઈ કુડેચા, ગણપત પ્રભુભાઈ નગવાડિયા, વિપુલ ત્રિભોવનભાઈ પારેજીયા, નાગર જાદુભાઈ વિરાણી અને દેવકરણ મનજીભાઈ વરમોરા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨૫,૩૫૦ જપ્ત કરી છે