ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી ૯૦ લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૭૨.૫૦ લાખ ગુનામાં વપરાયેલ બલેનો કાર, પોલો કાર અને ૫ મોબાઈલ સહીત કુલ રૂ ૮૧.૫૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો જે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
ગત તા. ૨૧ ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની આંગડીયા પેઢીના રોકડ રૂપિયા પોતાની કાર જીજે ૦૩ એનકે ૩૫૦૨ વાળીમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું ત્યારે બંને કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા હતા કારમાં રાખેલ રોકડ રૂ ૯૦ લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે લૂંટ ધાડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી ટંકારા પોલીસે આરોપી અભિ લાલાભાઈ અલગોતર (ઉ.વ.૨૪) રહે ભાવનગર અને અભિજિત ભાવેશ ભાર્ગવ (ઉ.વ.૨૫) રહે ભાવનગર વાળાને ઝડપી લીધા હતા ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે