મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં બાઈક ઘર પાસે રાખવા બાબતે માથાકૂટ થતા એક ઇસમેં યુવાનને છરીના ઘા ઝીકી દઈને હત્યા કરી હતી જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૧-૦૮-૨૦૨૦ ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીક પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૧-૦૭-૨૦૨૦ ના રોજ રાત્રીના બહારથી પરત આવતા મોટો ભાઈ અનીશ ઘરની બહાર શેરીમાં થોડે આગળ ઉભો હતો અને થોડીવારમાં માતા રાડો પાડવા લાગ્યા દીકરા અનીશને જાબીર છરી લઈને માર મારે છે કહેતા બહાર ગયો હતો આરોપી જાબીર સીદીક પીલુડીયાએ ઘર પાસે બાઈક રાખવા બાબતે બોલાચાલી કરી છરીના ઘા મારી દીધા હતા જેમાં ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
જે કેસ પ્રિન્સિપલ સેશન્સ જજ પી વી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ૧૫ સાહેદોને તપસ્યા હતા તેમજ સરકાર પક્ષે ૪૦ પુરાવા રજુ કર્યા હતા જે પુરાવાઓ અને સરકારી વકીલ વી સી જાનીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીક પીલુડીયાને ઈપીકો કલમ ૩૦૨ ના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ભોગવવાનો અને રૂ ૧૦ હજાર દંડ અને દંડ ના ભરે તો વધુ બે વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે
