શનાળા ગામે રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી પોલીસે બીયરના ૩૦ ટીનનો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા જુના ગામ ઇન્દિરાવાસમાં રહેતા આરોપી અશ્વિન રવજીભાઈ વાઘેલાના મકાનમાં દરોડો કર્યો હતો આરોપીના મકાનમાંથી બીયરના ૩૦ ટીન કીમત રૂ ૬૬૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી અશ્વિન વાઘેલા મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે