વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આરોપીના મકાનના ફળિયામાંથી પોલીસે દારૂની 20 બોટલનો મુદામાલ જપ્ત ક્લરી એક આરોપીને જડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકતાનપર ગામે જાપા પાસે રહેતા આરોપીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનના ફળિયામાં સીડી નીચેથી દારૂની 20 બોટલ કિમત રૂ 2000 નો મુદામાલ જપ્ત કરી આરોપી મશરૂ નાનજી અબાસણીયાને જડપી લીધો છે અન્ય આરોપી આનંદ મશરૂ અબાસણીયાનું નામ ખૂલતા તપાસ ચલાવી છે