R R Gujarat

ટંકારાના સરાયા ગામે લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પડી જતાં મોત

ટંકારાના સરાયા ગામે લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પડી જતાં મોત

 

સરાયા ગામ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડી જતાં 27 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાને પગલે મોત થયું હતું

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ટંકારાના સરાયા ગામે સ્લોગન કંપનીમાં રહીને કામ કરતાં રાહુલ રમેશભાઈ રાજપર (ઉ. વ..27) નામના યુવાન ગત તા. 11 ના રોજ લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પડી જતાં માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મૃત્યુ થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે