મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે વાત કરવા જેવું રહ્યું નથી અસામાજિક તત્વો બેફામ બની ગયા છે છાશવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે છતાં પોલીસ સબ ઠીક હે જેવા ગાણા ગાતી હોય છે વાહન ચોરીને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે ત્યારે હવે સમડીએ આતંક મચાવ્યો છે ગ્રીન ચોક પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી લઈને બાઈક ચાલક ઇસમ ફરાર થયો હતો
મોરબીના ગ્રીન ચોક પાસે પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધાએ બાઈક જીજે ૧૦ ઈએ ૮૫૯૩ ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ભારતીબેન ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત આવતા હતા ત્યારે બાઈક ચાલક ઇસમેં ગ્રીન ચોક પાસે ભારતીબેનના ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે દોઢ તોલા કીમત રૂ ૧,૦૫,૦૦૦ બળજબરીપૂર્વક ઝૂંટવી પડાવી નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
