હરબટીયાળી ગામથી રાજકોટ તરફ જતા રોડ પર યુવાન રીક્ષા લઈને જતો હતો ત્યારે કાર ચાલકે પાછળથી રિક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાન દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના પંચાસર રોડ જનક સોસાયટીમાં રહેતા એહમદશાહ ઈબ્રાહીમભાઈ શાહમદારે કાર જીજે ૧૫ સીબી ૯૮૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ઓગસ્ટના રોજ ફરિયાદીના નાના ભાઈ મહમદસાહિલ તેની અતુલ શક્તિ રીક્ષા જીજે ૦૩ બિયું ૩૭૪૭ લઈને રાજકોટ જતો હતો ત્યારે હરબટીયાળી ગામથી થોડે આગળ રાજકોટ જવાના રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અકસ્માતમાં ફરિયાદીના નાણા ભાઈ મહમદ સાહિલ રીક્ષામાં દબાઈ જતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજાવી નાસી ગયો હતો ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
