મોરબીના પીપળી ગામ નજીક ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના જોખમી રીતે ઉભો રાખતા ટ્રક પાછળ સીએનજી રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત હતું હતું
મોરબીના ગાળા ગામે રહેતા પ્રભુભાઈ બેચરભાઈ જીતીયા (ઉ.વ.૫૮) વાળાએ ટ્રક જીજે ૦૩ બીડબલ્યુ ૫૧૫૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ જુનના રોજ ફરિયાદીનો દીકરો જયેશ પ્રભુભાઈ જીતીયા સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૯૪૧૦ લઈને મોરબી હળવદ રોડ પર પીપળી ગામ પાસેથી જતો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના રોડ પર ઉભો રાખ્યો હતો જે ટ્રક પાછળ ફરિયાદીના દીકરાની રીક્ષા અથડાઈ હતી અકસ્માતમાં રીક્ષા ચાલક જયેશભાઈ જીતીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
