R R Gujarat

ધો. 10 ના પરિણામો જાહેર, 88.78 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં દ્વિતીય સ્થાને

ધો. 10 ના પરિણામો જાહેર, 88.78 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં દ્વિતીય સ્થાને

 

ધોરણ 10 બોર્ડના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાનું 88.78 ટકા જેવુ ઉત્કૃષ્ટ પરિણામ જોવા મળી રહ્યું છે અને 88.78 ટકા સાથે મોરબી જિલ્લાએ રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન રહ્યું છે

મોરબી જિલ્લાનું કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો મોરબી કેન્દ્રનું 87.40 ટકા, વાંકાનેર કેન્દ્રનું 88.61 ટકા, ટંકારાનું 93.94, જેતપર (મચ્છુ) નું 85.67 ટકા, સિંધવદરનૂ 94.04 ટકા, હળવદનું 90.05 ટકા, ચન્દ્રપુરનું 88.61 ટકા, ચરાડવાનું 81.84 ટકા, પીપળીયાનું 82.29 ટકા અને પીપળીયા રાજનું 96.76 ટકા પરિણામ જોવા મળ્યું છે