R R Gujarat

હળવદના રણછોડગઢ ગામે દીકરી ભગાડી લગ્ન કર્યાનો ખાર રાખી યુવાનની માતાને માર માર્યો

હળવદના રણછોડગઢ ગામે દીકરી ભગાડી લગ્ન કર્યાનો ખાર રાખી યુવાનની માતાને માર માર્યો


રણછોડગઢ ગામે રહેતા વૃદ્ધાનો પુત્ર દીકરીને ભગાડી લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી માતા-પુત્રએ ૭૦ વર્ષીય વૃદ્ધાને માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદના રણછોડગઢ ગામના રહેવાસી કુવરબેન બાબુભાઈ મોલાડીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધાએ આરોપીઓ જાલુબેન સંઘુભાઈ ફીસડીયા અને તેજાભાઈ સંઘુભાઈ ફીસડીયા રહે બંને રણછોડગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો આરોપીની દીકરીને ભગાડી લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી માતા પુત્રએ કુવરબેનના ઘરમાં ગુનાહિત અપપ્રવેશ કરી ગાળો આપી વૃદ્ધાને પગમાં ઢીંચણના ભાગે લાકડાના ધોકા વડે ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે