નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રુબરૂ મળીને ખાલી જગ્યાઓ અંગે કરી રજૂઆત
રાજકોટ એઈમ્સ કાર્યરત થઇ ચુકી છે જોકે હજુ પણ મહત્વની જગ્યાઓ ખાલી છે જ્યાં ભરતી કરવાની બાકી છે જે મામલે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને દિલ્હી ખાતે રુબરૂ મળીને રજૂઆત કરી છે
રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાજી સાથે નવી દિલ્હીમાં રુબરૂ મુલાકાત કરી હતી રાજકોટ એઈમ્સ હોસ્પીટલમાં પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાકીય સલાહકારની જગ્યાઓ ખાલી છે જે ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી છે રાજકોટ સ્થિત એઈમ્સ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ એઈમ્સ ખાતે ઉત્તમ સારવાર પ્રાપ્ત કરી રહયા છે અને મહત્વની જગ્યાઓ ખાલી છે જે ભરાઈ જવાથી દર્દીઓને આપવામાં આવતી સેવાઓમાં વધારો થશે જેથી ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી છે
રેલ્વે, આરોગ્ય સહિતના મુદે રાજ્યસભા સાંસદ સતત કાર્યરત
રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબી જીલ્લાના રેલવેના પ્રશ્નો હોય કે પછી રાજકોટ એઈમ્સમાં ખાલી જગ્યા સહિતના મુદે સતત જાગૃત છે તેઓએ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રૂબરૂ મળીને રાજકોટ એઈમ્સ હોસ્પિટલ મુદે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું છે અને ખાલી જગ્યાઓ ભરવી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું પ્રશ્નો ઉકેલવા રાજ્યસભા સાંસદની જાગૃતિથી પંથકના લોકો ખુશ જોવા મળી રહયા છે