R R Gujarat

મોરબી જીલ્લાના નેશનલ હાઈવેના પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ સહિતના અગ્રણીઓ નીતિન ગડકરી પાસે પહોંચ્યા

મોરબી જીલ્લાના નેશનલ હાઈવેના પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ સહિતના અગ્રણીઓ નીતિન ગડકરી પાસે પહોંચ્યા


મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યા છે ત્યારે જીલ્લાના વિકાસકાર્યો અને પ્રશ્નોની રજૂઆત માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ પરષોતમભાઈ રૂપાલા તેમજ કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને મળ્યા હતા


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાતમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ સાંસદ પરષોતમભાઈ રૂપાલા અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જીલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી જીલ્લાના નેશનલ હાઈવે પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સકારાત્મક જવાબ આપ્યો હતો આવનાર સમયમાં મોરબી જીલ્લામાં લાગુ પડતા નેશનલ હાઈવેના પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે કરી આપવા ખાતરી આપી હતી
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યસભા સાંસદ રેલ્વે સહિતના પ્રશ્ને દિલ્હીમાં સક્રિય જોવા મળ્યા હતા રાજ્યસભા સાંસદ બન્યા બાદ કેસરીદેવસિંહ જીલ્લાના નાગરિકોની સુવિધાઓમાં વધારો થાય અને જુના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે જેથી નાગરિકોમાં ખુશીની લાગણી છવાઈ છે