R R Gujarat

મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા psi બી આર જાડેજાનું અકસ્માતમાં મોત

મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા psi બી આર જાડેજાનું અકસ્માતમાં મોત

 

મોરબીના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈનું રોડ અકસ્માતમાં મોત થયું હતું રાત્રે પોતાની ડયુટી પૂર્ણ કરી પરત આવતી વખતે ટ્રક ચાલકે તેમના એક્ટિવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પીએસઆઈનું મોત થયું હતું

મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા psi બી આર જાડેજાને ગત રાત્રિના અકસ્માત નડયો હતો પોતાની ફરજ પૂર્ણ કરી એક્ટિવ લઈને મોરબી આવતા હતા ત્યારે જાંબુડિયા બ્રિજ પાસે અજાણ્યા ટ્રકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં પીએસઆઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક લઈને ટ્રક ચાલક ફરાર થયો હતો પીએસઆઈ જાડેજા મૂળ ભુજ જિલ્લાના વતની છે અને બે વર્ષથી મોરબી ફરજ બજાવતા હતા