હળવદના જૂના દેવળીયા ગામેથી પ્રોહિબિશન ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો તેમજ અગાઉ મારામારી, ચોરી, જુગાર સહિતના ગુનામાં પકડાઈ ચૂકેલ રીઢા ગુનેગારને એલસીબી ટીમે દબોચી લીધો છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનામાં આરોપી વિજય જયંતી અઘારા નામનો ઈસમ હાલ જૂના દેવળીયા ગામે હોય જે બાતમીને આધારે ટીમે રેડ કરી આરોપી વિજય અઘારાને દબોચી લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે