R R Gujarat

વાંકાનેર એસટી ડેપોમાં ઇન અને આઉટ ગેટ અલગ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત 

વાંકાનેર એસટી ડેપોમાં ઇન અને આઉટ ગેટ અલગ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત 

  રાજકોટ વિભાગમાં આવતા વાંકાનેર એસટી ડેપોમાં ઇન અને આઉટ ગેટ અલગ કરવાની માંગ સાથે ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ દ્વારા એસટી નિગમની મધ્યસ્થ કચેરી, રાણીપ, અમદાવાદના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિત રજૂઆત કરવામાં આવી છે 

  ભારતીય એસટી મઝદૂર મહાસંઘ દ્વાર રજૂઆતમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ પૂર્વે રાજકોટ વિભાગના વાંકાનેર ડેપોનું નવીનીકરણ કરી પ્રજાની સેવામાં લોકાપર્ણ કરવામાં આવ્યું છે અને હાલ નવું બસ સ્ટેશન કાર્યરત છે પરંતુ ડેપોમાં બસોની અવરજવર માટે એક જ ગેટ મુકવામાં આવ્યો છે જયારે મુસાફર અવરજવર માટે ગેટ બંધ રાખેલ છે બસ સ્ટેશનમાં આવેલ સ્ટોલના પણ પરવાના આપેલ નથી જેના કારણે મુસાફરોને અગવડતાઓનો સામનો કરવો પડે છે જયારે નિગમને પણ પરવાનાની આવક ગુમાવવી પડે છે 

  નિગમ દ્વારા તમામ ડેપો બસ સ્ટેશનના ઇન અને આઉટ એમ બબ્બે ગેટ આપવામાં આવે છે જેના કારણે બસો ખુબ જ સરળતાથી બસ સ્ટેશનમાં અવરજવર કરી સકે છે પરંતુ વાંકાનેર ડેપોમાં બસોની અવરજવર માટે એક જ ગેટ આપવામાં આવ્યો છે જેથી બસોની અવરજવર વખતે મુશ્કેલી પડે છે બે બસો આમને સામને આવી જાય અને અકસ્માતનો ભય રહે છે બસોની અવરજવર થાય ત્યાંથી જ મુસાફરોની અવરજવર થાય છે ખાનગી ટ્રાવેલ્સના માણસો ગેટ પાસે જ ઉભા રહે છે અને બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને ખેંચી જાય છે જેથી નિગમે આવક ગુમાવવી પડે છે મુસાફરો લેવા માટે રીક્ષા, ખાનગી વાહનો ગેટ આજુબાજુમાં ગોઠવાયેલા રહે છે જેથી અનેક મુશ્કેલીઓ પડે છે વાંકાનેર નવીન બસ સ્ટેશનમાં કેન્ટીન/સ્ટોલની જગ્યા પણ છે પરંતુ ચાલુ થયેલ નથી જેથી મુસાફરોને રોકાણ દરમિયાન ચા-પાણી અને નાસ્તો મળતો નથી આમ બસ સ્ટેશનમાં ઇન અને આઉટ બે ગેટ આપવા, મુસાફરો અવરજવર માટે ગેસ બંધ છે તેને ખુલ્લો મુકવા અને ડેપોમાં સ્ટોલ અને દુકાનોના પરવાના આપી સત્વરે ચાલુ કરવા માંગ કરી છે