R R Gujarat

વાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કીમાંથી ચોરી કરી પેનલમાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ

વાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કીમાંથી ચોરી કરી પેનલમાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ

 

પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં અજાણ્યા ચોર ઇસમોએ આવી કોપર વાયર સહિત કુલ રૂ 65 હજારની ચોરી કરી ગયા હતા તેમજ પવનચક્કી પેનલમાં તોડફોડ કરી રૂ 5000 જેટલું નુક્શાન કર્યું હતું

વાંકાનેરના પ્રતાપગઢ ગામના રહેવાસી યાકુબ માહમદ શેરસીયાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 09 ના રોજ પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ ભંગડા તળાવ પાસે આઈનોકશ કંપનીની prt – 02 લોકેશનમાં પવનચક્કીના ગેટનો નકૂચો તોડી કેબિનમાંથી આશરે 250 કિલોગ્રામ કોપર, અરથીનગ કોપર કેબલ આશરે 110 મીટર અને અન્ય સામાન સહિત કુલ રૂ 65 હજારની મત્તા ચોરી ગયા છે અને પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે રૂ 5000 જેટલું નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે