R R Gujarat

મોરબી જીલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, પ્રોહીબીશનના ૭૭ કેસોમાં ૨.૪૮ લાખનો મુદામાલ જપ્ત

મોરબી જીલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, પ્રોહીબીશનના ૭૭ કેસોમાં ૨.૪૮ લાખનો મુદામાલ જપ્ત


મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લાની પોલીસ ટીમોએ પ્રોહીબીશનના કુલ ૭૭ કેશો શોધી કાઢી કુલ રૂ ૨,૪૮,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી જીલ્લામાં દેશી અને ઈંગ્લીશ દારૂની રેલમછેલ વચ્ચે પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ ડ્રાઈવ રાખી હતી જેમાં જીલ્લાના તમામ પોલીસ મથકો તેમજ એલસીબીની ટીમો બનાવી વિવિધ સ્થળોએ રેડ કરવામાં આવી હતી પોલીસ ટીમોએ કુલ ૭૭ સ્થળોએ રેડ કરી હતી જેમાં એ ડીવીઝન પોલીસ મથકમાં ૭ કેસ, બી ડીવીઝનમાં ૨૦ કેસ, તાલુકા પોલીસના ૧૭ કેસો, માળિયા પોલીસના ૭ કેસ, વાંકાનેર સીટી પોલીસના ૭, વાંકાનેર તાલુકા પોલીસના ૬, ટંકારાના ૬ અને હળવદ પોલીસના ૭ કેસો મળીને કુલ ૭૭ કેસો શોધી કાઢવામાં આવ્યા છે
એ ડીવીઝન પોલીસ ટીમે ૨૬૮ લીટર દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ, બી ડીવીઝન પોલીસે ૧૨૪ લીટર દેશી દારૂ અને ૧૩ ઈંગ્લીશ દારૂની બોટલો, તાલુકા પોલીસે ૧૩૦ લીટર દેશી દારૂ, માળિયા પોલીસે ૨૫૨ લીટર દેશી દારૂ અને ૧૨૫ લીટર આથો, વાંકાનેર સીટી પોલીસે ૧૩ લીટર દેશી દારૂ અને વાંકાનેર તાલુકા પોલીસે ૨૦ લીટર દેશી દારૂ અને ૨૦૨૫ લીટર આથો, ટંકારા પોલીસે ૨૩ લીટર દેશી દારૂ અને ૧ દારૂની બોટલ, હળવદ પોલીસે ૬૫ લીટર દેશી દારૂ અને ૨૮૦ લીટર આથો ઝડપી લીધો હતો
કુલ ૭૭ કેસો શોધી કાઢી ૯૩૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૮૭,૦૦૦ દેશી દારૂ ગાળવાનો આથો ૨૪૩૦ લીટર કીમત રૂ ૫૪,૨૫૦ અને દારૂની ૧૬ બોટલ કીમત રૂ ૮૧૫૦ સહીત કુલ રૂ ૨,૪૮,૪૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે