R R Gujarat

મોરબીમાં ગૌશાળાના નામે લક્કી ડ્રોના નામે ચીટિંગની પોલીસ ફરિયાદ

મોરબીમાં ગૌશાળાના નામે લક્કી ડ્રોના નામે ચીટિંગની પોલીસ ફરિયાદ

 

મોરબીની યદુનન્દન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત આવતા યુવાને ટિકિટ લીધી હતી જેને ઇનામી ડ્રોમાં બાઇક જીત્યા છે અને વીમા તેમજ જીએસટી માટે વધુ પૈસા ભરવા પડશે કહીને રૂ 17,944 ની ચીટિંગ કરી હતી

જુનાગઢના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે ઝલકભાઈ પરષોતમભાઈ રાખોલીયાએ મોબાઈલ નંબર 96724 61936 ના ધારક અને યુપીઆઈ આઈડી ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને ફેસબૂક આઈડીમાં શ્રી યદુનન્દન ગો સેવા સમિતિના નામે લક્કી ડ્રોના નામની જાહેરાત આવી હતી જેથી મોબાઈલ પર સંપર્ક કરી ઇનામી ડ્રોની ટિકિટ લીધી હતી

બાદમાં મોબાઈલ નંબરથી તમને ઇનામી ડ્રોમાં હીરો હોન્ડા સપલેન્ડર લાગેલ છે કહીને અલગ અલગ વીમા અને જીએસટીના પૈસા ભરવા પડશે કહીને રૂ 17,944 લક્કી ડ્રો નામે ઇનામ લાગેલનું કહીને ઈનામ નહીં આપી તેમજ શ્રી યદુનન્દન ગૌશાળામાં સંપર્ક કરવા આવી કોઈ ઇનામી ડ્રો ચાલતા નહીં હોવાનું જણાવ્યું હતું જેથી યુવાને સિટી બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે