નેકનામ ગામે શ્રમિક યુવાને વાડીએ રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો જે બાઈક ચોરીના બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ દાહોદ જીલ્લાના વતની અને હાલ જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલાભાઇ કટારા (ઉ.વ.૩૨) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ જુનના રાત્રીથી તા. ૦૩ જુનના સવારના સમય દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૨૦ બીડી ૮૭૨૪ કીમત રૂ ૫૦ હજાર વાળું નેકનામ ગામે વાડીએ રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
