R R Gujarat

વાંકાનેરમાં વીજશોકથી બેંક કર્મચારીના મોત મામલે મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વાંકાનેરમાં વીજશોકથી બેંક કર્મચારીના મોત મામલે મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ


વાંકાનેરમાં ભાડે રહેતા બેંક કર્મચારીનું જુન મહિનામાં વીજશોકથી મોત થયું હતું જે બનાવ મામલે મકાન માલિકે સલામતીના સાધનો નહિ રાખી માનવ જિંદગી જોખમાઈ તેવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વઢવાણ મહર્ષિ હોસ્પિટલ પાછળ ઉપાસના સર્કલ રામદેવનગર ૦૨ માં રહેતા જયેશભાઈ રાજુભાઈ રાતડીયાએ આરોપી અજીઝખાન સરવલખાન પઠાણ રહે વાંકાનેર મિલ કોલોની વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો નાનો ભાઈ હાર્દિકભાઈ બંધન બેંકમાં નોકરી કરતા હતા અને વાંકાનેર ભાડાના મકાનમાં રહેતા હતા ગત તા ૧૬-૦૬-૨૫ માં રોજ ભાડાના મકાનમાં વાયરીંગ બરોબર ન હોય અને પાણીનો ટાંકો ભરવાનો હોવાથી વીજ વાયર તેના રૂમમાં ઈલે. પીન હોય જેમાં ફીટ કરી ચાલુ વીજ વાયર લઈને નીચે પાણીની મોટરનું બોર્ડ હોય જ્યાં દાદરા ઉતરતો હતો ત્યારે અચાનક પગ લપસતા હાથમાં રહેલ ચાલુ વીજ વાયરની થ્રી પીન ડાબા હાથના અંગુઠાણી બાજુની આંગળીમાં અડી જતા વીજશોક લાગતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું
આમ ફરિયાદીના ભાઈ હાર્દિકભાઈ રાતડીયા વાંકાનેર બંધન બેંકમાં નોકરી કરતો હતો અને મકાન માલિકે પોતાના મકાનનો ભાડા કરાર કરી ભાડે મકાન આપ્યું હતું જેમાં મકાન અંદર વાયરીંગ બરાબર કર્યું ના હતું અને કોઈ વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધનો સ્વીચો રાખવાની હોય જે નહિ રાખી માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવી હોવાથી ફરિયાદીના ભાઈનું મોત થયું છે પોલીસે આરોપી અજીઝખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે