R R Gujarat

મોરબીના નાની વાવડી ગામે પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા, બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મોરબીના નાની વાવડી ગામે પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા, બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

નાની વાવડી ગામેથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી યુવાનની હત્યા પૈસાની લેતીદેતી મામલે થયાનું ખૂલ્યા બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના નાની વાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (ઉ. વ.75) આરોપીઓ હેમંત પ્રેમજી સોલંકી રહે નાની વાવડી અને ગૌતમ હીરા ઉભડીયા એમ બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા દિપક પાસે આરોપીઓ પૈસા માંગતા હતા પરંતુ ફરિયાદીના પરિવારમાં કોઈ કમાવવા વાળું ન હોવાથી દીકરો ઉછીના લીધેલ પૈસા સમયસર પરત આપી શક્યો ના હતો

જેથી ફરિયાદીના દીકરા દીપકના મોબાઈલમાંથી પૈસા બાબતે ભાણજીભાઈને ફોન કરી દીકરા દિપકને માર મારી માથાના ભાગે અને શરીરે બોથડ પદાર્થ વડે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસ બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે