R R Gujarat

માળીયાના ચિખલી ગામે મારામારી, મહિલા સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માળીયાના ચિખલી ગામે મારામારી, મહિલા સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

ચિખલી ગામમાં અગાઉ દારૂનો કેસ થયો હોય જેમાં પોલીસને બાતમી આપી હોવાની શંકા કરી ખાર રાખી મહિલા સહિતના ચાર આરોપીઓએ યુવાનને માર મારી જયાંથી મારી નાખવાની ધમકી આપી હતી

માળીયા તાલુકાના ચિખલી ગામના રહેવાસી શેખર ચંદુભાઈ નગવાડિયાએ આરોપીઓ પ્રકાશ વાઘજી દેગામાં, નવઘન વાઘજી દેગામાં, વાઘજી નારશી દેગામાં અને વસંતબેન વઘજીભાઈ દેગામાં રહે બધા ચિખલી વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને અગાઉ આરોપી પ્રકાશ પર દારૂનો કેસ થયો હોવાની પોલીસને બાતમી આપી હૂય તેવી શંકા કરી આરોપીએ યુવાન પર ખાર રાખી અન્ય ઇસમો સાથે આવી બોલાચાલી કરી જાઘડો કરી લાકડાના ધોકા વડે મારી અને માથામાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે