ટંકારાના ચકચારી જુગાર તોડ્કાંડ મામલે ફરાર પીઆઈની SMC ટીમે ૧૭૫ દિવસ બાદ તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલની કચ્છથી ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી પીઆઈ ગોહિલને જેલહવાલે કરવામાં આવ્યો છે
ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની ખોટી રેડ કરી ૬૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પાસેથી પત્રકારોના નામે ૧૦ લાખ સહીત ૫૧ લાખનો તોડ કરવામાં આવ્યો હતો ફરાર તત્કાલીન પીઆઈ ગોહિલને આખરે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છના આદિપુરથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા જેમાં રૂ. 10 લાખ રિકવર કરી ફર્ધર રિમાન્ડ પૂર્ણ થતા આજે આરોપી પીઆઈ ગોહિલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યો છે