મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો અસામાજિક તત્વો ભરપુર લાભ લઇ રહ્યા છે વ્યાજખોરો બેલગામ બની ગયા છે મનમરજી મુજબ વ્યાજ વસુલતા હોય છે આવો જ કિસ્સો ટંકારા પંથકમાં પ્રકાશમાં અવ્યોં છે જ્યાં ૧૫ લાખ વ્યાજે લીધા બાદ ૭૮ લાખ પરત આપ્યા છતાં સહી વાળો કોરા ચેક બેંકમાં નાખી ચેક રીટર્નના કેસ કરી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારાના ઘુનડા (સજનપર) ગામના મુક્તાબેન ચંદુલાલ બરાસરા (ઉ.વ.૫૫) આરોપીઓ રમેશ દેવાભાઈ જારીયા રહે ઉમિયાનગર સોસાયટી રવાપર ઘુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફેબ્રુઆરી ૨૦૨૨ થી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ફરિયાદીના દીકરા ધર્મેશે ધંધા અર્થે આરોપી રમેશ જારીયા પાસેથી રૂ ૧૫ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને ફરિયાદીના દીકરા ધર્મેશે અઢાર માસ સુધી વ્યાજ પેટે કુલ રૂ ૨૭ લાખ ચૂકવી આપેલ હતું અને દીકરાનું બીમારી સબબ મોત થયું હતું
આરોપી ફરિયાદી મુક્તાબેન પાસે વ્યાજના રૂપિયાની માંગણી કરતો હોવાથી ફરિયાદીએ બે વર્ષ સુધી વ્યાજ પેટે કુલ રૂ ૩૬ લાખ અને મુદલ રૂ ૧૫ લાખ ચૂકવી આપ્યા હતા આમ ફરિયાદી અને તેના દીકરા મૃતક ધર્મેશે આરોપીને રૂ ૭૮ લાખ ચૂકવી આપ્યા છતાં ફરિયાદી પાસે અવારનવાર ફોનમાં તેમજ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતો હતો અને ફરિયાદીના પતિ ચંદુલાલે આપેલ સહી વાળા કોરા ચેક બેંકમાં નાખી ચેક રીટર્નનો કેસ કરી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
