R R Gujarat

પરસોતમ રૂપાલા આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી : દેવેન્દ્રસિંહ જાડેજા

પરસોતમ રૂપાલા આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી : દેવેન્દ્રસિંહ જાડેજા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Gujarat Loksabha Election)ઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લોકસભાની ચૂંટણીમાં પરષોત્તમ રુપાલાને (Parashottam Rupala) લઈને ક્ષત્રિયોનો (Kshatriya society) વિરોધ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. મતદાનમાં (voting) પણ રુપાલા વિરોધની અસર જોવા મળી હતી,ત્યારે મતદાન પૂર્ણ થતા જ પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) પ્રેસ કોન્ફરન્સમાં ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. રુપાલાએ માફી માગ્યા બાદ રાજકોટ (Rajkot) ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી.આ બેઠક બાદ સમિતિનાં સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ (Devendra Singh Jadeja) નિવેદન આપ્યું હતું, તેમને રૂપાલાની માફીને રાજકીય ગણાવી હતી.

રુપાલાની માફી મામલે સંકલન સમિતિએ શું કહ્યું ?

દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, શાંતિપૂર્ણ મતદાન અમારી રણનીતિનો એક ભાગ હતો. અમે કોઈ પણ જાતના ઉશ્કેરાટ વિના મત એ જ શસ્ત્ર સમજીને અમે શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવ્યું છે. આ સાથે તેમણે રુપાલાની માફી વિશે જણાવ્યું કે, તેઓએ ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ ઉપરથી માફી ક્યારેય માંગી નથી. આજે પણ તેમણે મીડિયા દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રેસ કરી માફી માંગી છે. આજે પણ તેમને પક્ષ માટે માફી માંગી છે.

બહેનોની અસ્મિતા મામલે કોઈપણ કોમ્પ્રોમાઈઝ નહીં થાય

વધુમાં તેમણે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ તેમને માફી ક્યારે આપશે તે હવે પછીની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ મામલે સંકલન સમિતિના બધા સભ્યો બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરશે. વધુમાં તેમણે કહ્યું કે અમે બધુ ભુલવા તૈયાર છીએ પરંતુ બહેનોની અસ્મિતા મામલે કોઈપણ કોમ્પ્રોમાઈઝ કરવા સમાજ તૈયાર નથી. આજે પણ અમારા એકપણ બહેનોની માફી તેમણે માંગી નથી. તેઓ કોઈ ચોક્કસ વોટિંગ વર્ગને ખુશ કરવા માટે માફી માંગતા હોય તેવું લાગી રહ્યું છે.

રુપાલાએ માફી માંગતા શું કહ્યું ?

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણી દરમિયાન વિવાદના વમળો સર્જાયા. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ મારી ભૂલ છે. મારા કારણે મારી પાર્ટીને સહન કરવું પડ્યું. જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું.