દેવળીયા ગામ નજીકથી ટ્રેકટરમાં જતી વખતે બંપ આવતા ટ્રેક્ટરના પંખા પરથી પરિણીત નીચે પડી જતાં ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતાં મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રેક્ટર લઈને ચાલક નાસી ગયો હતો
હળવદના રણછોડગઢ ગામના જગદીશભાઇ હકભાઈ પરમારે ટ્રેક્ટર જીજે 36 એપી 1347 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પત્ની શારદાબેન પરમાર (ઉ.વ.23) વાળ ટ્રૉલી સહિતના ટ્રેક્ટરના વ્હીલ પર આવેલ પંખા પર બેસીને જતાં હતા જે ટ્રેક્ટર જૂના દેવળીયા ગામે કન્યા શાળા નજીક પહોંચતા બંપ આવતા ટ્રૉલી સહિતના ટ્રેક્ટરને એકદમ બ્રેક મારતા ફરિયાદીના પત્ની શારદાબેન પડી જતાં ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રૉલી સહિત લઈને ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે