R R Gujarat

માળીયા ફાટક ઓવર બ્રિજ નજીક અકસ્માતમાં બાળકીનું મોત, માતાપિતાને ઇજા પહોંચી 

માળીયા ફાટક ઓવર બ્રિજ નજીક અકસ્માતમાં બાળકીનું મોત, માતાપિતાને ઇજા પહોંચી 

 

માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બાઇક અથડાતાં બાઇકમાં જતાં યુવાનની સાત વર્ષની દીકરીનું વ્હીલમાં માથું આવી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું તેમજ માતાપિતાને ઇજા પહોંચી હતી

 

મોરબીના વેજીટેબલ રોડ ભીમસર શાળા પાસે રહેતા પિન્ટુભાઈ ચનાભાઈ પરમાર નામના યુવાને ટ્રક જીજે 37 ટી 6990 ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 2 એપ્રિલના રોજ ફરિયાદી પિન્ટુભાઈ તેની પત્ની અશમિતાબેન અને દીકરી આયુષીને લઈને બાઇકમાં માળીયા ફાટક પાસેથી જતાં હતા અને ઓવરબ્રિજ ઉતરતા ટ્રક ચાલકે બાઇકની સાઈડ કાપી ડાબી બાજુ દબાવી બાઇક સાથે ભટકાંડી અકસ્માત કર્યો હતો

 

જેમાં વ્હીલમાં આવી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા દીકરી આયુષી (ઉ. વ.07) નું મોત નીપજ્યું હતું જ્યારે પિતા પિન્ટુભાઈ અને મોટા અશમિતાબેનને ઇજા પહોંચી હતી ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી સિટી બી ડિવિજન પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે