R R Gujarat

પાકિસ્તાન સીધા યુધ્ધમાં ના ફાવતા સાયબર એટેકના પ્રયાસ, સાવચેતી રાખવા અપીલ

પાકિસ્તાન સીધા યુધ્ધમાં ના ફાવતા સાયબર એટેકના પ્રયાસ, સાવચેતી રાખવા અપીલ

 

કાશ્મીર હુમલા બાદ ભારત દ્વારા આતંકવાદીઓ પર કરવામાં આવેલી સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને હુમલાના નિષ્ફળ પ્રયાસો કરી યુધ્ધ ભડકાવી દીધું છે ગુરુવારે રાત્રે પાકિસ્તાનના વિવિધ શહેરો પર ભારતે હુમલા કર્યા હતા અને સીધા યુધ્ધમાં પાકિસ્તાન પહોંચી ના સકતા હવે સાયબર અટેકના પ્રયાસો કરી રહ્યું છીએ

મોરબી સાયબર ક્રાઇમ ટીમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાયબર ક્રાઇમ એટેકના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને  ‘Tasksche.exe’ or the ‘Dance of Hillary’ video file ઓપન ના કરવા માટે અપીલ કરવામાં આવી છે જોકે આ સાયબર એટેકના પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે કે અન્ય કોઈ તે જણાવવામાં આવ્યું નથી પરંતુ હાલ પાકિસ્તાન સાથે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ સાયબર એટેકના કૃત્ય પણ પાકિસ્તાનના જ હોય સકે તેવી સંભાવના નકારી સકાતી નથી