R R Gujarat

માળિયામાં દરગાહ પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયામાં દરગાહ પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો


માળિયા પોલીસે ભોડીવાંઢ વિસ્તારમાં આવેલ દરગાહ પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભોડી વાંઢ વિસ્તારના રહીશ સદામ હબીબ નોતિયાર શંકાસ્પદ આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને દરગાહ પાસેથી આરોપી સદામ નોતિયારને ઝડપી લઈને ઝડતી કરતા દેશી બનાવટનો તમંચો કીમત રૂ ૫૦૦૦ મળી આવતા પોલીસે હથિયાર કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે