R R Gujarat

મોરબી સિલ્વરપાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂની ૨૪૦ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સિલ્વરપાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂની ૨૪૦ બોટલ સાથે એક ઝડપાયો


જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં છુપાવી રાખેલ ૩.૨૧ લાખની કિમતનો ૨૪૦ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અલ્પેશ રમેશભાઈ કોળી અને રવિ રમેશ કોળી બંને ભાગીદારીમાં અલ્પેશના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૨૪૦ બોટલ કીમત રૂ ૩,૨૧,૬૦૦ ના જથ્થા સાથે આરોપી અલ્પેશ રમેશભાઈ જીંજરીયા રહે સિલ્વર પાર્ક સોસાયટી વાળાને ઝડપી લીધો છે આરોપી રવિ રમેશ વિંજવાડિયા રહે જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે