વાંકાનેર તાલુકાના જોધપર ગામના પાટિયા પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૨૦ બોટલ અને કાર સહીત ૧.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નેશનલ હાઈવે પર કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને હેરાફેરી થવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને નેશનલ હાઈવે પર જોધપર ગામના પાટિયા નજીકથી કાર જીજે ૨૪ કે ૪૩૯૫ વાળીને આંતરી લીધી હતી કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૨૨૦ બોટલ કીમત રૂ ૫૫,૦૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૧ લાખ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧,૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાહુલ ગોપાલ ચુડાસમા રહે મૂળ યોગીનગર ચોટીલા વાળાને ઝડપી લીધો છે તેમજ આરોપી કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા રહે લાખચોકિયા તા. ચોટીલા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે


