મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર નજીક ઉમિયાનગર જવાના રસ્તે અક્ષર કોમ્પ્લેક્ષ પાસેથી એક ઇસમને દેશી તમંચા સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
૩૧ st ડીસેમ્બરની ઉજવણી લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને કે કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ના થાય તે માટે મોરબી જીલ્લા પોલીસની ટીમ અલગ અલગ સ્થળે ચેકિંગ કરી રહી છે ત્યારે મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મોરબી વાંકાનેર હાઈવે પર શક્તિ ચેમ્બર નજીકથી ઉમિયાનગર જવાના રસ્તે આવેલ અક્ષર કોમ્પ્લેક્ષ પાસે એક ઇસમ દેશી તમંચા સાથે હોવાની બાતમીના આધારે તપાસ કરતા સ્થળ અપર ભાવેશ નીરુભાઈ જાદવ દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧ કીમત રૂ.૨૦૦૦ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


