R R Gujarat

ટંકારા લતીપર ચોકડી નજીક નિર્માણાધીન શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી, એકનું મોત

ટંકારા લતીપર ચોકડી નજીક નિર્માણાધીન શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી, એકનું મોત


દીવાલ તૂટી પડતા બે શ્રમિકો ઝપેટમાં આવ્યા, ગંભીર ઈજાગ્રસ્ત એકનું મોત થયું


ટંકારાની લતીપર ચોકડી પાસે શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભવાળી જમીન પર શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું છે જ્યાં આજે બપોરના સમયે ગળદાની દીવાલ અચાનક તૂટી પડી હતી અને દીવાલ તૂટી પડતા બે શ્રમિકો ઝપેટમાં આવી ગયા હતા જેમાં એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં શ્રુતિવન અને શ્રુતિ સ્થંભ જમીન પર બાંધકામ ચાલી રહ્યું છે વિવાદોને કારણે લાંબા સમય સુધી અહી બાંધકામ કામગીરી બંધ રહી હતી અને દિવાળી તહેવાર બાદ ફરી એક વખત કામગીરી શરુ થતા આજે દુર્ઘટના સર્જાઈ હતી શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલતું હોય જ્યાં ગળદાની દીવાલ અચાનક તૂટી પડી હતી જે દીવાલ તૂટી પડતા બે શ્રમિકો દીવાલ નીચે દબાઈ ગયા હતા જેમાં કમલેશ અમલીયાર નામના શ્રમિકનું ઘટનાસ્થળે મોત થયું હતું અને મુકેશ મઈડા નામના શ્રમિકને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે