R R Gujarat

ટંકારાના હરબટીયાળી નજીક બેકાબુ કારે રોડની સાઈડમાં પાણીપુરી વાળા સહીત બેને હડફેટે લીધા, એકનું મોત

ટંકારાના હરબટીયાળી નજીક બેકાબુ કારે રોડની સાઈડમાં પાણીપુરી વાળા સહીત બેને હડફેટે લીધા, એકનું મોત


હરબટીયાળી ગામ નજીક શાકભાજી વેચી દંપતી વાહનની રાહ જોતું બસ સ્ટેન્ડ પાસે બાકડા પર બેઠું હતું ત્યારે બેકાબુ કાર ચાલકે ડિવાઈડર કુદાવી રોડ સાઈડ બેસેલ યુવાન અને પાણીપુરી વાળાને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં પાણીપુરી વાળા યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું
ટંકારા તાલુકાના જીવાપર ગામના રહેવાસી જયંત કાંતિલાલ અઘારીયાએ કાર જીજે ૦૩ જેઆર ૪૭૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૭ ના રાત્રીના નવ વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ દીપકભાઈ અને તેમના પત્ની કૈલાશબેન બંને હરબટીયાળી ગામમાં શાકભાજી વહેચી પરત જીવાપર ગામ આવવા માટે હરબટીયાળી બસ સ્ટેન્ડ પાસે જીવાપર ગામ જવાના રોડ પર વાહનની રાહ જોતા બાંકડે બેઠા હતા અને કાર ચાલક રાજકોટ તરફથી પુરઝડપે આવી ડીવાઈડર ટપાડી ફરિયાદીના ભાઈ દીપકભાઈ અને તેની આગળ ઉભેલ પાણીપુરી વાળા બંનેને હડફેટે લીધા હતા જેમાં ફરિયાદીના ભાઈ દીપકભાઈને જમણા પગે ઘૂંટણથી પેની વચ્ચેના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી તો પાણીપુરી વાળા સંદીપકુમાર સર્વેશકુમાર નિશાદને માથે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને કાર ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે