નાની બરાર ગામના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૨ બોટલ મળીને રૂપિયા ૬૦ હજારનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
માળિયા પોલીસ ટીમે નાની બરાર ગામે રહેતા સુરેશ ધોળકીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ગ્રીન લેવલ વ્હીસ્કી બોટલ નંગ ૪૮ કીમત રૂ ૫૨,૮૦૦ અને મેજિક મુમેન્ટ વોડકા નાની બોટલ નંગ ૨૪ કીમત રૂ ૭૨૦૦ મળીને કુલ રૂ ૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સુરેશ ઉર્ફે વિજય ધરમશી ધોળકીયાને ઝડપી લીધો છે અન્ય આરોપી ધવલ રાયધન કોઠીવાલા રહે નાની બરાર વાળાનું નામ ખુલતા તપાસ ચલાવી છે