કેદારીયા ગામની સીમમાંથી પોલીસે એક ઇસમને દારૂનો જથ્થો અને એક્ટિવ સહિત 80,200 ના મુદામાલ સાથે દબોચી લીધો હતો એક આરોપીનું નામ ખૂલતાં પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કેદારીયા ગામની શ્રાવણજાર નામે ઓળખાતી સીમમાં આરોપીની વાડીએ રેડ કરી હતી જયથી આરોપી મહેશ જિનજૂવાડિયાને દબોચી લઈને દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલ કિમત રૂ 40,200 અને એક્ટિવ સહિત કુલ રૂ 80,200 નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી શક્તિ રાજૂ ગોહિલ રહે માથક તા. હળવદ વાળાનું નામ ખૂલતાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે