સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલાના મકાનમાં રેડ કરી હતી આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૧૬,૮૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી દેવેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
