ગોકુલનગરમાં રહેતા ઇસમના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે દારૂની ૧૨ બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોકુલનગર શેરી નં ૭ માં રહેતા આરોપી હિમાલય નકુમના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશ નકુમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
