જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાંથી દારૂની ૧૨ બોટલનો જથ્થો કબજે લઈને પોલીસે એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જવાહર સોસાયટી ભડિયાદ રોડ પર આરોપી મહેશ ધનજી મકવાણાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૧૫,૬૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી મહેશ મકવાણાને ઝડપી લીધો હતો
