R R Gujarat

મોરબીમાં વધુ એક ચક્કાજામ, બિસ્માર નવલખી હાઈવે પર ૧૫ ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન

મોરબીમાં વધુ એક ચક્કાજામ, બિસ્માર નવલખી હાઈવે પર ૧૫ ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન


રસ્તા રોકો આંદોલનને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી
મોરબી જીલ્લાના નાગરિકો ચમત્કાર વિના નમસ્કાર નહિ તે સમજી ગયા છે રજૂઆત કર્યે કોઈ અધિકારી કે નેતા વાત સાંભળવાના નથી અને આંદોલન વિના કામ નહિ જ થાય તેવું લાગી રહ્યું છે અને નાગરિકો હવે રજૂઆત કરવાને બદલે ચક્કાજામ કરી તંત્રનું નાક વાઢી રહ્યા છે આજે નવલખી હાઈવે પર ૧૫ ગામના લોકોએ ચક્કાજામ કર્યો હતો અને રોડ બ્લોક થતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી
મોરબીથી નવલખી બંદર સુધી જતો નવલખી સ્ટેટ હાઈવે અતિ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ગાબડા પડ્યા છે જેથી દરરોજ અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિતનાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અગાઉ રજૂઆત છતાં તંત્ર જાગ્યું નથી અને નાગરિકોની ધીરજ આજે ખૂટી જતા બરવાળા ગામ નજીક આવેલ સનાતન હોટેલ પાસે ૧૫ ગામના લોકો એકત્ર થયા હતા મોરબી તાલુકાના જેપુર, ખાખરાળા, બરવાળા સહીત ૧૫ ગામના લોકોએ ચક્કાજામ કરી દીધો હતો રોડની બિસ્માર હાલત અંગે જેપુર ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે નવલખી હાઈવે બિસ્માર છે વારંવાર ફરિયાદ કરવા છતાં કઈ કામગીરી કરી નથી રીપેરીંગ કરવામાં પથ્થર નાખી ખાડા બુરી દીધા છે જેથી મોટા વાહનના ટાયરમાં આવી પથ્થર લાગવાની બીક વાહનચાલકોને સતત રહે છે પ્રતિદિન અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ, નોકરિયાતોએ ફરિયાદ કરી છે વાલીઓ સતત ચિંતિત રહે છે કે તેના સંતાન સાંજે સલામત પરત આવશે કે નહિ. કામ ચાલુ છે તે માત્ર આશ્વાસન આપવા પુરતું હોવાનું પણ ઉપસરપંચે જણાવ્યું હતું
ગ્રામજનોના ચક્કાજામ આંદોલનને પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી
બરવાળા ગામ નજીક ૧૫ ગામના લોકોએ ચક્કાજામ કરી દીધો હતો રોડ પર બેસી ગ્રામજનોએ બિસ્માર રોડ અંગે વિરોધ નોંધાવ્યો હતો નાગરિકોના આંદોલનને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આમ નીમ્ભર તંત્ર કામગીરી કરતું ના હોવાથી નાગરિકો આંદોલનનો સહારો લે છે અને નાગરિકોના આંદોલનને પગલે નિર્દોષ વાહનચાલકોને હેરાન થવું પડે છે મોટી મોટી વાતો કરનાર નેતાઓને કે અધિકારીઓને ક્યારે શરમ આવશે તે મોટો સવાલ છે