મોરબીમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે અને છાશવારે વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદો ઉઠી રહી છે જેમાં વધુ એક વેપારીએ નવ આરોપીઓ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે નવ આરોપી સામે ફરિયાદ નોંધી પાંચને જડપી લીધા છે
મોરબીની ગોકુળમથુરા સોસાયટીમાં રહેતા દેવ ચેતનભાઈ સોરીયાએ આરોપી જયરાજ લુવાણા, દેવ લોહાણા, હિમેશ મખિજા, વિશાલભાઈ, વિશાલ બોરિચ, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મારાજ અને આફ્રીદ શેખ એમ નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી
જેમાં જણાવ્યું હતું કે ગત તા. 25-10-24 થી આજદિન સુધીમાં આરોપીઓ ઊંચા વ્યાજે રૂપીયા આપી આરોપી વિશાલ બોરિચાએ યુવાનનું એક્ટીવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક કઢાવી લીધું હતું અને આરોપી આફ્રીદ શેખે જાનથી મારી નાખવાની ધમકી આપી અને અન્ય આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી હતી મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિશાલભાઈ, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મારાજ અને આફ્રીદ શેખ એમ પાંચ આરોપીને જડપી લીધા છે તો અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે