R R Gujarat

માળિયા હાઈવે પર ટ્રક રીવર્સ લેતા બાઈક સાથે અથડાતા એકનું મોત

માળિયા હાઈવે પર ટ્રક રીવર્સ લેતા બાઈક સાથે અથડાતા એકનું મોત


માળિયા હાઈવે પર ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રીવર્સ લેતા બાઈક સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો
હળવદના ચરાડવા ગામે રહેતા ભુપતસિંહ રમેશભાઈ વાદી (ઉ.વ.૩૨) વાળાએ ટ્રક આરજે ૦૯ જીસી ૫૮૭૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે માળિયા હાઈવે પર એડટોન કારખાના સામે રોડ પર આગળ પાછળ ધ્યાન રાખ્યા વગર બેદરકારીપૂર્વક અચાનક ટ્રક રીવર્સ લીધો હતો અને બળવંતભાઈના મોટરસાયકલ જીજે ૩૫ પી ૯૦૬૬ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બળવંતભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનો ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે