નાગડવાસ ગામના પાટિયા નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ખાડામાં કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં બેસેલ મુસાફરનું મોત થયું હતું
ઉત્તરપ્રદેશના રહેવાસી ક્રિષ્ના કૃષ્ણચંદ્ર ત્રિવેદીએ સ્વિફ્ટ કાર જીજે 03 બીવાય 2401 ના ચાલક ગૌરાંગભાઈ ભીખાભાઇ મજેઠીયા રહે ગડુ તા. માળીયા (હા) વિરુદ્ધ ફરિયાદ નોંધવગી છે કે કારના ચાલકે કાર પુરજડપે ચલાવી નેશનલ હાઇવે પર નાગડવાસ ગામના પાટિયા નજીક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં પાછળ બેસેલા કૃષ્ણચંદ્ર ત્રિવેદીને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે