મકનસર નજીકથી ડબલ સવારી બાઈકમાં બે યુવાનો હતા હતા ત્યારે ટ્રક ચાલકે સામેથી બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જાહિદઅહેમદ મામદહુશેન શેરશીયા (ઉ.વ.૨૨) નામના યુવાને ટ્રક જીજે ૦૩ ડબલ્યુ ૮૪૩૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જાહિદઅહેમદ અને મોઈનભાઈ બંને બાઈક જીજે ૦૩ ડીકયું ૧૬૪૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી મકનસર ગામ નજીકથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે સામેથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ફરિયાદી જાહિદ અહેમદને ઈજા પહોંચી હતી અને મોઈનભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
