R R Gujarat

ટંકારા મીતાણા નજીક ડીવાઈડર ટપાડી કાર રોંગ સાઈડમાં અન્ય કાર સાથે અથડાતા એકનું મોત

ટંકારા મીતાણા નજીક ડીવાઈડર ટપાડી કાર રોંગ સાઈડમાં અન્ય કાર સાથે અથડાતા એકનું મોત


રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા ગામ નજીક પુરઝડપે જતા કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો કાર ડીવાઈડર ટપાડી રોડની સામી બાજુએ જતી કાર સાથે અથડાતા યુવાનનં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નીલેશભાઈ શામજીભાઈ ભાલોડીયાએ કાર જીજે ૦૩ એમએચ ૪૦૮૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ આરોપી કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા ગામ નજીક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ ડીવાઈડર ટપાડી સામે બાજુએ ફરિયાદીના ભાઈ દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડીયા (ઉ.વ.૩૫) વાળાની કાર જીજે ૩૬ એફ ૮૬૭૮ સાથે ભટકાડી હતી અકસ્માતમાં ફરિયાદીના ભાઈ દેવેન્દ્રભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને પોતાની કાર મૂકી કાર ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે