R R Gujarat

મોરબીના વાવડી રોડ પરથી દારૂ અને બીયર સાથે એકની ધરપકડ

મોરબીના વાવડી રોડ પરથી દારૂ અને બીયર સાથે એકની ધરપકડ

 

વાવડી રોડ પર સોસાયટીની શેરીમાંથી એક ઇસમને દબોચી લઈને પોલીસે દારૂની 03 બોટલ અને બિયારણ 6 ટીનનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિજન પોલીસ ટીમે વાવડી રોડ પર કબીર આશ્રમ આગળ મારૂતિનગર શેરીમાંથી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજાને જડપી લઈને દારૂની 03 બોટલ કિમત રૂ 3300 અને બિયારણ 6 ટીન કિમત રૂ 600 સહિત કૂ રૂ 3900 નો મુદામાલ જપ્ત કર્યો છે