હળવદ જીઆઈડીસી જીનની દીવાલ પાછળ આવેલ ઓરડીમાં દરોડો કરી પોલીસ 220 લિટર દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને જડપી લઈને 44 હજારનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમીયાન જીઆઈડીસી જીન પાછળ આવેલ ઓરડીમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી જય આરોપીની ઓરડીમાંથી દેશી દારૂ 220 લિટર કિમત રૂ 44,000 નો જથ્થો મળી આવતા પોલીસ આરોપી રફીક કાદર જામને જડપી લીધો હતો અન્ય આરોપી લાખા મનસુખ કોળી રહે રાજપર સુરેન્દ્રનગર વાળાનું નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે